એક જ રાતમાં લૂંટ સહિતના 14 ગુનાઓને અંજામ આપનાર ટોળકીના ચાર ઝડપાયા

  • 5 years ago
સુરતઃપાંડેસરામાં એક જ રાતમાં લૂંટ સહિતના ગંભીર ગણાય એવા 14 ગુનાઓને અંજામ આપનાર ટોળકીના ચાર સાગરિતોને પાંડેસરા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે આ ટોળકીએ છેલ્લા ચાર મહિનામાં પાંડેસરા, ઉધના, ખટોદરા વિસ્તારમાં 25 ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત આપી છેબે દિવસ પહેલા પાંડેસરામાં એક લૂંટનો બનાવ બન્યો હતો તેમજ મોબાઇલ સ્નેચિંગના બનાવો પણ બન્યા હતા તેથી પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું તે દરમિયાન સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં લૂંટ કરનારાઓ બમરોલી રોડ પર એક ચાની દુકાન પર ભેગા થયા છે એટલે પોલીસે બાતમીવાળા જગ્યાએ ગઈ હતી ત્યાંથી બાતમીદારે આપેલી આરોપીઓ મળી આવ્યા હતા

Recommended