DivyaBhaskarની ખાડા માપણી ઝુંબેશ બાદ રજાના દિવસે પણ CMની ઘરની આજુબાજુના વિસ્તારના ખાડા બૂરાયા

  • 5 years ago
રાજકોટ: રાજકોટમાં DivyaBhaskar દ્વારા ખાડા માપણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે DivyaBhaskarના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જણાયું હતું કે ઠેર-ઠેર પાંચથી 50 ફૂટના ખાડા પડી ગયા છે અરે અમુક ખાડા તો એટલા લાંબા-પહોળા છે કે મેઝરમેન્ટ ટેપ પણ રીતસર ટૂંકી પડી હતી સીએમ વિજય રૂપાણીના ઘરથી 50 મીટરના અંતરે 6 ફૂટના ખાડા પડ્યા હતા આ ઝુંબેશના ભાગરૂપે આખરે તંત્ર જાગ્યું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં મેટલ નાંખી ખાડા બૂરવાની કામગીરી હાથ ધરી છે આજે રવિવારના રજાના દિવસે પણ અધિકારીઓને દોડવું પડ્યું છે અને સીએમના ઘરની આજુબાજુના વિસ્તારમાં રસ્તા પર ખાડા પડ્યા છે તે બૂરવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ લોકોના મનમાં એક જ સવાલ છે કે સીએમના ઘરની આસપાસના વિસ્તારના ખાડા તો બૂરાયા છે પણ આખા ગુજરાતના ખાડા ક્યારે બૂરાશે?

Recommended