માછલી પકડતી વેળાએ મહિલાની પાછળ પડ્યો ભૂખ્યો મગર, માછલીનો શિકાર કર્યો

  • 5 years ago
ઓસ્ટ્રેલિયામાં આવેલા એક નેશનલ પાર્કનો શોકિંગ વીડિયો સામે આવતાં જ તે જોતજોતામાં જ વાઈરલ થવા લાગ્યો હતો આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા માછલી પકડી રહી હતી ત્યાં જ માછલીની સાથે સાથે જ મગર પણ કિનારે ધસી આવ્યો છે આ અકલ્પનીય દૃશ્ય જોયા બાદ તરત જ મહિલા પણ માછલીને ખેંચતી ખેંચતી ભાગી હતી માછલી દૂર જતી જોઈને તરત જ મગર પણ પાણીમાંથી બહાર આવીને શિકાર તરફ સરક્યો હતો મગરને છેક પાસે આવેલો જોઈને મહિલા અને તેની સાથે રહેલો પૂરુષ પણ જીવ બચાવવા ભાગ્યા હતા આ તરફ મગર પણ શાંતિથી માછલીનો શિકાર કરીને પાણીમાં જતો રહ્યો હતો
મળતી વિગતો પ્રમાણે આ ઘટના જ્યાં બની હતી કાહિલ્સ ક્રોસિંગ મગરમચ્છો માટે જાણીતો છે અહીં કેટલાક વર્ષ અગાઉ કરાયેલા સરવેમાં પણ 12દ કરતાં પણ વધુ મગર જોવા મળ્યા હતા કાકાડૂ નેશનલ પાર્કમાં 24 ઓગસ્ટે રેકોર્ડ થયેલા આ વીડિયોને અંદાજે 12 લાખ કરતાં પણ વધુ લોકોએ જોયો છે તો 12 હજાર કરતાં પણ વધુ લોકોએ તેને શેર કર્યો હતો

Recommended