પલ પલ દિલ કે પાસનો રામેન્ટિક ટાઈટલ ટ્રેક આઉટ, ઈશ્કના રંગમાં રંગાયો કરણ

  • 5 years ago
સની દેઓલ તેના પુત્ર કરણ દેઓલને ફિલ્મ પલ પલ દિલ કે પાસથી બોલિવૂડમાં લોંચ કરી રહ્યો છે આ ફિલ્મ સાથે જ હવે દેઓલ પરિવારની ત્રીજી પેઢીએ પણ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી લઈ લીધી છે તાજેતરમાં જ જાહેર કરાયેલા પોસ્ટર બાદ હવે તેનો ટાઈટલ ટ્રેક પણ રિલીઝ થઈ ગયો છે આ એડવેન્ચર લવ સ્ટોરીમાં કરણ દેઓલની સાથે એક્ટ્રેસ સહર બામ્બા લીડ રોલમાં છે જેનું ડિરેક્શન સની દેઓલે જ કર્યું છે ફિલ્મમાં લીડ તરીકે ચમક્યા પહેલાં કરણે તેના ફાધર સનીને આસિસ્ટ પણ કર્યા હતા ફિલ્મનું આ શીર્ષક ગીત અરિજીત સિંહ અને પરમ્પરા ઠાકુરે ગાયું છે જેમાં બંને સ્ટાર વરસાદની આ મોસમાં રોમાન્સ કરતા નજરે પડ્યા હતા