મોડાસામાં બે મહિલાઓએ કલેક્ટર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, અટકાયત

  • 5 years ago
ભિલોડા:અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના વારેણા ગામનો 28 વર્ષીય યુવક ઘરેથી કામકાજ અર્થે નીકળ્યા પછી જાન્યુઆરીમાં શંકાસ્પદ હાલતમાં નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો પરિવારજનોએ જે તે સમયે યુવકની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાની રજૂઆત કરી હતી આ ઘટનાને 7 મહિના થવા છતાં મૃતક યુવકની પત્ની અને માતાએ બાયડ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવાને બદલે મામલો દબાવી દીધો હોવાના આક્ષેપ કરી ગુરૂવારે ન્યાયની માંગ સાથે જીલ્લા કલેકટર કચેરી ખાતે પરિવારજનો સાથે પહોંચી યુવકની પત્ની-માતા આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા જીલ્લા પોલીસવડા કચેરીએ ઉપસ્થિત પોલીસે બંનેની અન્ય પરિવારજનો સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Recommended