કવાંટમાં 10.5 ઇંચ વરસાદથી બ્રિજનો એક પિલર ધોવાયો,સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા

  • 5 years ago
છોટાઉદેપુરઃ રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં છેલ્લા 24 કલાકમાં 105 ઇંચ વરસાદ ખાબક્યો છે જેને પગલે કવાંટ ગામના બ્રિજના એક પિલરનું ધોવાણ થઇ ગયું છે જેને પગલે બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં બુધવારે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને પગલે કવાંટ ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે આ ઉપરાંત મંગલદીપ, મહાદેનગર, હરીઓમનગર, વિકાસનગર, ગાયત્રીનગર સહિત નસવાડી રોડ પર આવેલી તમામ સોસાયટીઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે

Recommended