આઝમ ખાને લોકસભામાં માફી માંગી, રમા દેવીએ કહ્યું- તમારી આદત હદ કરતાં વધારે બગડેલી

  • 5 years ago
સપા સાંસદ આઝમ ખાને ગુરુવારે ભાજપ સાંસદ અને લોકસભાના પ્રોક્સી સ્પીકર રમા દેવી પર અભદ્ર ટીપ્પણી કરી હતી તે મામલે માફી માંગી લીધી છે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ આઝમ ખાને લોકસભા સ્પીકરને સંબોધીને કહ્યું કે, જો તેમના નિવેદનથી કોઈને તકલીફ થઈ છે તો તેઓ માફી માંગે છે આજે આઝમ ખાને રમા દેવીને ફરી તેમના બહેન ગણાવ્યા હતા ત્યારે રમા દેવીએ કહ્યું હતું કે, તમારી આદત હદ કરતાં વધારે બગડેલી છે આ આદત જવી જોઈએ

Recommended