સિડની મેટ્રોમાં લાગેલા કોચ "મેઈક ઈન ઈન્ડિયા" નથી! વાઈરલ વીડિયોનું આ છે સત્ય

  • 5 years ago
અમદાવાદઃ સિડનીમાં ગઈકાલે 22 ડબ્બાની મેટ્રો ટ્રેન કાર્યાન્વિત થઈ અને તે તમામ ડબ્બા એટલે કે ડબલ-ડેકર કોચનું નિર્માણ ભારતમાં થયું હોવાના વીડિયો ન્યૂઝ વાઈરલ થયા હતા સાથે-સાથે એવો પણ દાવો કરાયો હતો કે ઇતિહાસમાં પહેલીવાર ભારતમાં ઉત્પાદિત થયેલા કોચ કોઈ વિદેશી ધરતી પર ટ્રેનમાં ઉપયોગમાં લેવાયા હોય અને આનો સઘળો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે ફેસબુક અને ટ્વીટર સહિત સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ ચાલ્યો હતો દિવ્ય ભાસ્કરે આ દાવાની તપાસ કરી તો માલૂમ પડ્યું કે આ વીડિયો ફેક એટલે કે ખોટો છે કેવી રીતે? જવાબ એ છે કે, સિડનીમાં જે ટ્રેનનું ઉદઘાટન કરાયું તે સિંગલ ડેકર હતા, ડબલ ડેકર નહીં જેના વીડિયો યૂટ્યૂબ પર જોઈ શકાય છે સિડની મેટ્રો માટે છ-કારના સિંગલ ડેકર 22 ટ્રેન સેટ ડિલિવર કરવા આંધ્રપ્રદેશ સ્થિત એલ્સ્ટોમ શ્રીસિટીને નોર્થ વેસ્ટ રેલ લિંક દ્વારા કોન્ટ્રાક્ટ અપાયો હતો પરંતુ આ ડબ્બાનું ભારતમાં ઉત્પાદન કરાયું નહોતું તદુપરાંત આ પ્રોજેક્ટ 26 મે 2019ના રોજ કાર્યાન્વિત થયો હતો આમ આ દાવો ખોટો તથા સત્યથી વેગળો માલૂમ પડે છે

Recommended