MS યુનિ.માં ટી.વાય.ના સ્ટુડન્ટ્સને મેઇન બિલ્ડીંગમાં લેક્ચર એટેન્ડ કરવાની મંજૂરી આપતા હડતાળ સમેટાઇ

  • 5 years ago
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ટીવાયના સ્ટુડન્ટ્સને મેઇન બિલ્ડીંગ ખાતે લેક્ચર એટેન્ડ કરવા ન દેતા 500 જેટલા સ્ટુડન્ટ્સ હડતાળ ઉપર ઉતરી ગયા હતા જોકે, રજિસ્ટારે સ્ટુડન્ટ્સને પ્રશ્ન હલ કરવાની હૈયાધારણ આપતા સ્ટુડન્ટ્સેએ હડતાળ સમેટી લીધી હતી

એમએસયુનિવર્સિટી જીએસ વ્રજ પટેલે જણાવ્યું હતું કે, ટીવાયના સ્ટુડન્ટ્સને મેઇન બિલ્ડીંગ ખાતે લેક્ચર ભરવા માટે પ્રવેશ આપવામાં આવતો ન હતો જેથી એનએસયુઆઇ દ્વારા સ્ટુડન્ટ્સને જબરજસ્તીથી લેકચર માટે મોકલવામાં આવતા હતા પરંતુ આ કાયમી ઉકેલ ન હોવાથી આજે મેઇન બિલ્ડીંગ ખાતે 500 જેટલા સ્ટુડન્ટ્સ હડતાળ કરતા રજિસ્ટાર એનકેઓઝા, ડીન દિનકર નાયક સહિતના પ્રોફેસરો દોડી આવ્યા હતા અને સ્ટુડન્ટ્સની મેઇન બિલ્ડીંગ ખાતે લેકચર ભરવાની મંજૂરી આપવાની માંગને સ્વીકારી હતી આ સાથે પ્રોફેસરોની રીસફલીંગ કરવાની રજૂઆતને સ્વીકારી લેતા હડતાળ સમેટી લેવામાં આવી હતી

Recommended