જોટવડ ગામે નર્મદાના ફિલ્ટર્ડ પાણીની પાઇપલાઇનમાં લીકેજ, હજારો લિટર પાણીનો વેડફાટ

  • 5 years ago
જાંબુઘોડા: જાંબુઘોડાના જોટવડ ગામ પાસે કોતરમાંથી પસાર થતી નર્મદાના ફિલ્ટર પાણીની પાઈપલાઇનમાં લીકેજ થવાથી બે દિવસથી પાણીના ફુવારા ઉડી રહ્યા છે અત્યાર સુધી હજારો લિટર પાણીનો વેડફાટ થઇ ચૂક્યો છે પાણીની પાઇપલાઇન નદીમાંથી કાઢવાની હોય, તો પાઇપલાઇનની આસપાસ આરસીસીનું કામ કરવુ પડે છે પરંતુ જોટવડ ગામના કોતરમાં યોગ્ય કામગીરી કરવામાં આવી નથી જેથી પાઇપલાઇનમાં વારંવાર ભંગાણ પડે છે અને હજારો લિટર ફિલ્ટર્ડ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે એક બાજુ સરકાર પાણી બચાવોના અભિયાનો ચલાવે અને બીજી બાજુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતને કારણે પીવાના ફિલ્ટર્ડ પાણી ખેતરો અને રસ્તા ઉપર બિનજરૂરી વેડફાટ થઇ રહ્યો છે આ અંગે વહીવટી તંત્રને જાણ કરવા છતાં હજુ કોઇ અધિકારીએ પહોંચ્યા નથી

Recommended