વરાછાની શિતલ ડાયમંડ કંપનીમાંથી 40 રત્નકલાકારોને છૂટા કરી દેવાયા

  • 5 years ago
સુરતઃ વરાછા વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ પાસેના શિતલ ડાયમંડ કંપનીમાંથી 40 જેટલા રત્નકલાકારોને છૂટા કરી દેવાયા છે રત્નકલાકારોને બે દિવસનો સમય આપી અન્ય જગ્યાએ કામ શોધી લેવા માટે જણાવાયું હતુંછૂટા કરાયેલા રત્ન કલાકારો રત્ન કલાકાર વિકાસ સંઘની ઓફિસ પહોંચી ગયા હતા અને પોતાની રજૂઆત કરી હતી રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે, હાલ મંદીનો સમય ચાલી રહ્યો છે ત્યારે અમને છૂટા કરી દેવાતા રોજી રોટીનો પ્રશ્ન ઉભો થયો છે જેથી અમને કંપની દ્વારા ત્રણ મહિનાનો નોટિસ પિરીયડ આપવામાં આવે અથવા તો ત્રણ મહિનાનો પગાર આપવામાં આવે