માતરગામે 10 વર્ષે મગર હિંસક બન્યો, 65 વર્ષીય આધેડને ખેંચી ગયો

  • 5 years ago
માતર: ચરોતરમાં મગરને કોઇ માણસ પર હુમલો કર્યો હોય તેવું ભાગ્યે જ બન્યું છે પરંતુ માતર તાલુકાના ત્રાજ ગામે શુક્રવારની નમતી બપોરે તળાવમાં ન્હાવા પડેલા 65 વર્ષિય વૃદ્ધને અચાનક મગર ખેંચી ગયો હતો આ દૃશ્ય નિહાળનારા નજીકના વ્યક્તિઓ ચોંકી ગયા હતા અને બૂમાબૂમ કરી બચાવવા દોડ્યાં હતાં પરંતુ તે પહેલા મગર ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો આ અંગે તંત્રને જાણ કરતાં વનવિભાગ, મામલતદારની ટીમ સ્થળ પહોંચી હતી જોકે, બચાવ કામગીરીમાં ફક્ત એક લાકડાની હોડીથી જ કરતાં ગ્રામજનોમાં પણ આશ્ચર્ય જન્મ્યું હતું મોડે મોડે આધુનિક સાધનો સાથે ટીમ બોલાવી હતી

Recommended