ધોનીએ ભારતીય સેનાનું પ્રતીક દર્શાવતા ગ્લવ્ઝ બદલવા પડશે - ICC

  • 5 years ago
ICC વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા સામેની મેચમાં વિકેટકિપર મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય સૈન્યના પેરા સ્પેશ્યલ ફોર્સનું બલિદાન ચિહ્ન અંકિત કરેલા ગ્લવ્ઝ પહેર્યા હતા એ સંબંધે વિવાદ થતાં BCCIએ ભલામણપત્ર લખીને ICCને વિનંતી કરી હતી કે આ કોઈ કમર્શિયલ કે ધાર્મિક પ્રતીક નથી પરંતુ ભારતીય સૈન્યનું ચિહ્ન છે અને ધોનીએ એ વિશે આગોતરી મંજૂરી લીધી હોઈ વાંધો ઊઠાવવામાં ન આવે શુક્રવારે રાત્રે (બ્રિટિશ સમય મુજબ સાંજે 6 વાગ્યે) ICCએ BCCIને જવાબ આપતાં ભલામણ ઠુકરાવી દીધી છે આથી હવે પછીની વર્લ્ડકપની દરેક મેચમાં ધોની બલિદાન પ્રતીક અંકિત કરેલ ગ્લવ્ઝ પહેરી શકશે નહિ