સની દેઓલ, હેમા માલિની કે રવિકિશન કરતાં પણ વધુ મતોથી આ કલાકારે જીત મેળવી

  • 5 years ago
લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે આ ઈલેક્શનમાં રાજકીય પક્ષોએ પણ દેશની અલગ અલગ બેઠકો પર ફિલ્મી સિતારાઓને ટિકિટઆપી હતી આમાં કોઈ એક્ટર તો કોઈ સિંગર હતું કેટલાક સ્ટાર્સ મોદી લહેરમાં જીતી પણ ગયા હતા તો સાથે જ કેટલાક ઉમેદવાર ખરાબ રીતેહાર્યા પણ હતા જો કે જે પણ સ્ટાર્સે ભવ્ય જીત હાંસલ કરી છે તેમાં એક કલાકાર એવા પણ છે જેઓ આ ચૂંટણીમાં સૌથી વધુ માર્જિનથી જીતીગયા છે, તેમના આ માર્જિનને જોઈએ તો કદાચ સની દેઓલ, હેમા માલિની કે રવિકિશનની જીત પણ ફિક્કી લાગે સૌથી વધુ મતોથી જીતનાર આસેલિબ્રિટીનું નામ છે સૂફી સિંગર હંસરાજ હંસ તેમણે નોર્થ વેસ્ટ દિલ્હીની બેઠક પર ભાજપની ટિકિટ પર ઈલેક્શન લડીને આમ આદમીનાઉમેદવારને હાર આપી હતી હંસરાજ હંસે સામેના ઉમેદવારને પાંચ લાખ 53 હજાર કરતાં પણ વધુ મતોથી કારમી હાર આપી હતીસેલિબ્રિટીઝની હાર-જીતમાં આ સૌથી મોટું અંતર છે તમને એ પણ જણાવી દઈએ કે રવિકિશને 3 લાખ, હેમા માલિનીએ અઢી લાખ અને સની દેઓલે 82 હજારકરતાં વધુ મતથી જીત મેળવી હતી 2009માં અકાલી દળથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર હંસરાજ હંસે 2019ના લોકસભાનાઈલેક્શન અગાઉ જ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો

Recommended