નર્મદા નદીમાં ગેરકાયદે પુલ બનાવીને રેતી ખનનનો MLA મહેશ વસાવાનો આક્ષેપ, આંદોલનની ચીમકી

  • 5 years ago
રાજપીપળાઃનર્મદા નદીમાં ગેરકાયદે પુલ બનાવીને રેતી ખનન કરવામાં આવતુ હોવાના મામલે આજે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ ચાણોદ-પોઇચા વચ્ચે આવેલા નર્મદા, ઓરસંગ અને ગુપ્ત સરસ્વતિના ત્રિવેણી સંગમ સ્થળની મુલાકાત લીધી હતી બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ ભૂમાફિયા સાથે અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ કર્યો હતો અને સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવા સરકાર પાસે માંગ કરી હતી અને જો સરકાર પગલાં નહીં ભરે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી

Recommended