રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી, આચાર્યપક્ષે દેવપક્ષ પર હુમલો કર્યો, પોલીસનો મીડિયા પર હુમલો

  • 5 years ago
જૂનાગઢઃગઢડા મંદિર ટ્રસ્ટની બહુચર્ચિત ચૂંટણી પછી હવે જૂનાગઢના મુખ્ય સ્વામિનારાયણ મંદિરના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ છે આજે યોજાયેલી મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આચાર્ય પક્ષના સમર્થકોએ દેવપક્ષના સંત તેમજ સમર્થકો પર હુમલો કર્યો હતો ત્યાર બાદ પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા કવાયત શરૂ કરી દીધી હતી કહેવામાં આવી રહ્યું છે કે ગઢડામાં હારેલા આચાર્ય પક્ષે જૂનાગઢમાં પણ હાર ભાળી જતા દેવપક્ષના સ્વામિ પર હુમલો કરાવ્યો છે માત્ર એટલું જ નહિં પોલીસે મીડિયા પર દાદાગીરી કરી લાઠીચાર્જ કર્યો હતો પાંચ પોલીસ કર્મીઓએ ખાનગી ચેનલના કેમેરામેન અને રિપોર્ટર પર લાકડીઓનો વરસાદ કર્યો હતો સ્વામી પર થયેલા હુમલાને રોકવામાં નિષ્ફળ પોલીસે મીડીયાને નિશાનબનાવ્યું હતું જૂનાગઢ એડિવિઝનના પી આઈવાળાએ મીડિયા કર્મીને લાફાં ઝીંકી અને લાઠીચાર્જ કર્યો હતો

Recommended