સોમનાથ મંદિરનો 69મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો 11 મે 1951ના દિવસે કેવો હતો અહીંનો માહોલ

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો શુક્રવારે 69મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે 11 મે, 1951ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 946 વાગ્યે સોમનાથ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી આ પાવન દિવસે ભારતના 108 તીર્થોનું પવિત્ર જળ એકત્રિત કરાયું હતું અને 51 બોટ ફૂલોથી શણગારી સમુદ્રમાં તહેનાત કરાઈ હતી પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન 101 તોપથી દાદાને સલામી પણ આપવામાં આવી હતી આ સાથે જ 108 બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથેઆખુંય પ્રભાસપાટણ ગુંજી ઉઠ્યું હતું આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરમાંથી એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો

Recommended