ટ્રાન્સપોર્ટરને ઓફિસમાં પૂરી 3 લૂંટારુ 35 હજાર રોકડા, સોનાનો ચેઇન લૂંટી પલાયન

  • 5 years ago
રાજકોટ: શહેરના ઢેબર રોડ પર આવેલા સલુજા ટ્રાન્સપોર્ટમાં સમીસાંજે ઘૂસેલા ત્રણ લૂંટારુઓએ ઓફિસ બંધ કરી ટ્રાન્સપોર્ટર પર છરીથી હુમલો કરી રોકડ, સોનાનો ચેઇન, મોબાઇલ અને લેપટોપની લૂંટ ચલાવી હતી ઘવાયેલા ટ્રાન્સપોર્ટરને હોસ્પિટલમાં ખસેડાયા હતારેલનગરમાં રહેતા અને ઢેબર રોડ પર જૂના જકાતનાકા પાસે સલુજા ટ્રાન્સપોર્ટ ધરાવતાં બલદેવ સલોજા (ઉવ25) મંગળવારે સાંજે સાતેક વાગ્યે ટ્રાન્સપોર્ટની ઓફિસે હતા ત્યારે ત્રણ શખ્સ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા અને મોકો મળતાં જ એક શખ્સે અંદરથી શટર બંધ કરી દીધું હતું

Recommended